' '
  • || Shree Swaminarayano Vijayte Taram ||
logo

ઈતિહાસ


શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વોચ્ચ શિખર ધરાવતું મંદિર


વડોદરા શહેર કે જેને છોટી કાશી કહેવામાં આવતી હતી, તેવી આ સંસ્કારી નગરી માં વાડી વિસ્તાર માં શહેર ની શોભાને અનુરૂપ અને કળા ના ઉતમ પ્રતીકરૂપ "શ્રી સ્વામિનારાયણ મંદિર " ભવ્ય રીતે શોભી રહ્યું છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના દક્ષિણ વિભાગ દેશ ની ગાદી સ્થાન માં અનેક શિખરબદ્ધ મંદિર આવેલા છે. જે પૈકી આ મંદિર નું સ્થાન અનોખું છે.


સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી એ અહી રહી સત્સંગમાં સંસ્કારનું સિંચન કર્યું, સ.ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી એ વિદ્વાનોની સભામાં સાસ્ત્રાર્થ કરી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજયધ્વજ લહેરાવ્યો, અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણપુરુષોતમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને તેમના વારસ એવા સંપ્રદાય ના બન્ને દેશ ના આચાર્ય શ્રી પ.પુ.ધ.ધુ. શ્રી રઘુવીરજી મહારાજ અને પ.પુ.ધ.ધુ.શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી અને અન્ય સમર્થ સંતો હરિભક્તો સાથે સ્વયં પધારી, હજારો જીવાત્મા ને પોતાના દર્શન, સ્પર્શ નું સુખ આપી કલ્યાણ કર્યું અને સત્સંગ ની વૃદ્ધિ માટે સં1930 ના મહા સુદપંચમી એ મંદિરનું ખાતમુર્હત કરવામાં આવ્યું, અને વૈશાખ સુદ-13, સં 1932 ના પવિત્ર દિવસે વડતાલ ગાદિ ના આચાર્ય શ્રી ભગવતપ્રસાદ મહારાજે, સ.ગુ. શ્રી પવિત્રાનંદ સ્વામી, સ.ગુ. શ્રી વિજ્ઞાનાનંદ સ્વામી તથા ભૂમાનંદ સ્વામી દ્વારા બે માળ નું વડતાલ અને ગઢડા જેવું મંદિર તૈયાર કરવી અને મંદિર માં અધિષ્ઠાતા દેવ તરીકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, તથા શ્રી રણછોડજી ની ભવ્ય પ્રતિમાઓ ની પ્રતિષ્ઠા કરેલી છે.


સંપ્રદાય માં વડોદરા નું આ એક જ મંદિર એવું છે, જે વડતાલ અને ગઢડા મંદિર ની સાથે આકૃતિ ની દ્રષ્ટિ એ એક માળ કરતા વધુ ઊંચાઈ, ત્રણે શિખર ની બાંધણી અને ઉચાઇ, વિશાળ પ્રદક્ષિણા, થાંભલા, કમાનો અને એની ઉપર ના કોતરણીકામ, મંદિર જેટલું જ મોટું ભોયરું, આ બધી જ બાબત માં સામ્ય ધરાવે છે. ત્રણેય મંદિર પૂર્વ ભિમુખ છે. જે સૌથી અગત્ય ની બાબત છે. મંદિર માં સુખસયા માં ભગવાન શ્રી સ્વામિનારાયણ ની જે ચિત્ર પ્રતિમા છે તે પ.પુ.ધ.ધુ. 1008 આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ શ્રી ના હસ્તે મહા સુદ-5, સવંત 1887 ના પવિત્ર દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી,


આ શિખરબદ્ધ મંદિર ની આજુબાજુ ના વિસ્તાર માં હાલ માં જ્યાં છત્રી પધરાવેલી છે ત્યાં નાથભક્ત નો વાડો હતો, જે ડભાસી ફળીયા માં આવેલ હતું, ત્યાં એક લાલજી પધરાવેલા હતા અને તે વાડા ની જગ્યા સંપ્રદાય ના આદિ હરી મંદિર તરીકે ઓળખાતી હતી.


જ્યાં હરિભક્તો ભેગા થઇ ને સત્સંગ કરતા હતા. આ સ્થાન નાનું પડવાથી વખત જતા ત્યાં આગળ ની જગ્યા વેચાણથી લઇ તે જગ્યા માં ભગવાન શ્રી હરી એ સ્વયં આપેલ શ્રી લક્ષ્મીનારાયણ ની નાની યુગલ મૂર્તિ પધરાવી સેવા પૂજા, કથા વાર્તા અને ભજન ભક્તિ કરતા હતા, તે જગ્યા એટલે હાલ નો સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી સભા મંડપ - જે પણ આદી હારી મંદિર તરીકે ઓળખાય છે.


આમ આ મંદિર ઈતિહાસ ની દ્રષ્ટિ એ અને વડોદરા શહેર ના ઐતીહાસિક સ્થળો માં આગવું સ્થાન ધરાવે છે.